મજૂરો નહીં જઈ શકે પોતાના વતન જાણો શું કહ્યું રાજકોટના એસપીએ!

કોરોના વાયરસની મહામારી સામે કરાયેલી 21 દિવસની લોકડાઉનની જાહેરાત બાદ શ્રમિકો પોતાના વતન જવાનું શરૂ કરી રહ્યા છે.. જ્યારે લોકડાઉનની પરિસ્થિતમાં સામાજિક અંતર રાખવુંતે પણ ખૂબ જરૂરી છે.. લોકડાઉનની પરિસ્થિતિમાં રાજકોટ રુરલ એસપી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.. તો એસપી દ્વારા શુક્રવારથી કોઈ પણ મજૂરને રાજકોટની બહાર નહીં જવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.. પોતાના વતન પરત જવા નીકળી ગયેલા મજૂરોની રાજકોટના માલધાર સર્કલ, ગોંડલ ચોકડી, અને ગ્રીન લેન્ડ સર્કલ પાસે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. સાથેજ જો એસપી દ્વારા રાજકોટના બિલ્ડરો અને ફેકટરી માલિકોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે જો તેઓ કોઈ મજૂરને પોતાના ઘરે પરત જવા મજબૂર કરશો તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથેજ શાપર વેરાવળ, હડમતાળા, મેટોડા જીઆઈડીસી,ના મજૂરોને પણ જવા દેવામાં નહીં આવે.. ઉલ્લેખનીય છે કે તંત્રની મદદ દ્વારા કેટલાક મજૂરોને પોતાના વતન પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ હવે રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે કોઈને પણ પોતાનો વિસ્તાર છોડવાની સખત મનાઈ કરવામાં આવી છે જેના કારણે પોલીસ અને કલેકટર તંત્ર મજૂરોને પોતાનો વિસ્તારન છોડવા અપીલ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.