///

વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ વાંચો ગુજરાતીઓની છાતી ગદગદ ફૂલી જશે

કહેવત છે ને કે ગુજરાતી જે ધંધામાં પડે ત્યાંથી પાછો ન પડે અમદાવાદમાં દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થવાઆવ્યું છે. આ સ્ટેડિયમમાં વર્લ્ડ ઇલેવન અને એશિયા ઇલેવનની મેચ રમાવાની સાથે રંગારંગ ઉદ્ધાટન પણ થશે જેમાંપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન હસ્તકના નવા મોટેરા સ્ટેડિયમનું કામ અંતિમતબક્કામાં છે. આ સ્ટેડિયમ માર્ચ 2020 સુધીમાં બનીને સંપૂર્ણ તૈયાર થઇ જશે અને નવા સ્ટેડિયમમાં વર્લ્ડ ઇલેવન અનેએશિયા ઇલેવન વચ્ચે મેચ રમાવાની તૈયારી ભારતીય ક્રિકેટ બોર્ડ BCCIએ શરુ કરી છે.

દુનિયાના સૌથી મોટા આ સ્ટેડિયમમાં 1 લાખ થી વધુ દર્શકોની ક્ષમતા ધરાવે છે આ સ્ટેડિયમ વર્તમાન મેલબોર્ન ક્રિકેટસ્ટેડિયમથી પણ મોટું હશે. 1 લાખથી વધુ ક્રિકેટ રસિકો સાથે ક્રિકેટરોને પણ અદ્યતન સુવિધાઓ આ સ્ટેડિયમમાં મળશે. હાલ તો આ સ્ટેડિયમ તૈયાર થવાના અંતિમ તબકકામાં છે

દુનિયાના સૌથી મોટા આ સ્ટેડિયમમાં આશરે સવા લાખ લોકો બેસીને મેચ નિહાળી શકશે. શરૂઆતમાં આ પ્રોજેક્ટનોખર્ચો ૬૪૪ કરોડ જેટલો હતો જે વધીને હવે ૭૦૦ કરોડ થયો છે. કોર્પોરેટ હાઉસ માટે ૭૬ સ્કાય બોક્સ હશે અને છ માળનાસંપૂર્ણ માળખામાં ૫૦ રૂમ બનશે. સ્ટેડિયમની દક્ષિણ દિશા તરફ ઓલમ્પિક સાઈઝનું સ્વિમિંગ પુલ પણ હશે. નવાસ્ટેડિયમમાં જવાના ત્રણ મોટા રસ્તા હશે. જેને નવા સબવે સ્ટેશન સાથે જોડવામાં આવશે. ૩૫૦૦ કાર અને ૧૨૦૦૦ ટુવ્હીલર સમાવી શકાય તેટલી પાર્કિંગની જગ્યા હશે.

Leave a Reply

Your email address will not be published.