///

World Diabetes Day : 50 ટકા લોકો પોતાને ડાયાબિટીસ હોવા અંગે હોય છે અજાણ

આજે વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરવામાં આવે છે. 14 નવેમ્બરના દિવસે દર વર્ષે પૂરી દુનિયામાં ફ્રેડરિક બેનટીંગના જન્મદિવસને વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જો ડાયાબિટીસની વાત કરવામાં આવે તો, આ બિમારીને સાયલન્ટ કિલર માનવામાં આવે છે. વર્ષે 1922માં બે વૈજ્ઞાનિકો દ્વારા ઈન્સ્યુલિનની શોધ કરવામાં આવી હતી, જેમાંથી એક વૈજ્ઞાનિક ફ્રેડરિંક બેનટિંગ હતા. તેમની યાદમાં તેમજ વિશ્વ સજાગ બને તે હેતુથી વર્ષ 1991માં ‘WHO’ અને ‘IDF’ દ્વારા 14 નવેમ્બરના દિવસને ‘વર્લ્ડ ડાયાબીટીસ ડે’ તરીકે ઉજવવામાં આવ્યો.

દર વર્ષે ડાયાબિટીસ બીમારીને કારણે 4.6 મિલિયન દર્દીઓના મોત થતું હોવાનું માનવામાં આવે છે. તો અંદાજે 50% લોકો એવા હોય છે, જેને પોતાના ડાયાબિટીસ અંગે અજાણ પણ હોય છે. આ મેન કિલર રોગના દર્દીઓની સંખ્યા વર્ષ 2030 સુધીમાં 550 મિલિયન થવાનો અંદાજ છે. શારીરિક શ્રમનો અભાવ, નિયમિત કસરત ન કરવી, જંક ફૂડનું વધુ પડતું સેવન, તણાવયુક્ત જીવન, પૂરતી ઉંઘ ન લેવી, વધુ પડતા મીઠા પદાર્થોનું સેવન તેમજ આનુવાંશિક કારણથી વ્યક્તિ ડાયાબિટીસની ઝપેટમાં આવે છે.

તો વધુ ભૂખ લાગવી, વધુ પડતી તરસ લાગવી, વારંવાર પેશાબ જવું પડે, અચનાક વજન ઘટવા લાગે, ધૂંધળી દ્રષ્ટિ, ઘા-ચીરા જલ્દી ના રૂઝાય, ચામડીના ચેપો, સામાન્ય કામ કરવામાં પણ થાકનો અનુભવ થાય તો આ પ્રકારની થનારી સમસ્યાઓને ડાયાબિટીસના લક્ષણો માનવામાં આવે છે.

આ ઉપરાંત ડાયાબિટીસ બીમારી શરીરમાં ખાંડની માત્રા વધવાને કારણે થાય છે. ડાયાબિટીસની અસર મનુષ્યની ઇમ્યૂન સિસ્ટમ પર હાવી થઈ જાય છે. જેને કારણે શરીરની ઇન્સ્યુલિન ફેક્ટરી પર હુમલો કરીને શરીરમાં ખાંડની માત્રા નિયંત્રિત કરવા માટે હૉર્મોન પર્યાપ્ત માત્રામાં બનતા નથી. તો બીજા પ્રકારના ડાયાબીટીસનું કારણ સામાન્યપણે ખોટી જીવનશૈલી હોય છે. જેના કારણે શરીરમાં ચરબી વધવા લાગે છે અને તે ઇન્સ્યુલિન પર અસર બતાવે છે. આ પ્રકારના ડાયાબિટીસ હાલ દર્દીઓમાં વધુ જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.