
વર્લ્ડ હેલ્થ દિવસ નિમિત્તે સામાજિક કાર્યકર્તા હાર્દિક પટેલે સંદેશ આપ્યો હતો. તો તેઓએ ડોકટર, નર્સ, અને આરોગ્યકર્મીઓની કામગીરીને બિરદાવી હતી. તેઓ એ કહ્યું યુદ્ધ ફક્ત સૈનિકો માટે નથી જ્યારે જ્યારે દેશ પર સંકટ આવશે ત્યારે હર એક ભારતવાસી સૈનિક બની જશે અને મુશ્કેલીનો સામનો કરશે. આજે ભારત કોરોના વાયરસની ગંભીર બિમારી સામે ઝઝૂમી રહ્યુ છે ત્યારે આવા સંકટ સમયે ડોક્ટર પર ભરોસો કરી તેમને સહકાર આપવાની હાર્દિક પટેલે તમામ નાગરિકોને અપીલ કરી છે.. સાથેજ કહ્યું કે સરકાર ભારતની સ્વાસ્થ્ય સુરક્ષાને યોગ્ય બનાવવાનો સંકલ્પ લે. સાથેજ હાર્દિક પટેલે સ્વાસ્થ્ય માટે સંદેશ પણ આપ્યો હતો. તેઓએ લખ્યું કે-હેલ્થ જીવનની અમૂલ્ય વેલ્થ છે, જીવન મજબૂર ના બની જાય, હંમેશા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો ત્યારેજ પરિવારનું કલ્યાણ થશે, કોઈ કેટલો પણ વિધ્વાન હોય પરંતુ સ્વાસ્થ્ય વગર નથી બન્યું મહાન.