////

World Internet Day: ઈન્ટરનેટ માનવ સમાજ માટે બન્યું મહત્વનું અંગ

આજે વિશ્વમાં ઇન્ટરનેટ-ડેની ઉજવણી કરવામાં આવે છે. દુનિયામાં ઈન્ટરનેટનો પ્રારંભ 29મી ઓકટોબર 1969માં થયો હતો. આથી વર્ષ 2005થી વિશ્વમાં દર વર્ષે ઇન્ટરેટ-ડે ઉજવવામાં આવે છે. આજે ઇન્ટરનેટ માનવ સમાજનું મહત્વનું અંગ બની ગયું છે. ઇન્ટરનેટની આંતર જાળના તાણાવાણામાં અત્યારે આખી દુનિયા જોડાઇ ગઇ છે આજે ઇન્ટરનેટ વિનાના વિશ્વની કલ્પના નથી થઇ એક અર્થમાં ઇન્ટરનેટે વિશ્વને ગ્લોબલ વિલેજ બનાવી દીધું છે.

જોકે લોકડાઉનમાં ઇન્ટરનેટે જ વિખુટા લોકોને એક બીજાના સંપર્કમાં રાખ્યા હતા. આ સમયગાળામાં ઇન્ટરનેટનો ઉપયોગકર્તાઓની સંખ્યા વધી હતી. હાલ દરેક ઘરમાં અભ્યાસ, મનોરંજન, વેપારથી માંડીને નોકરી શોધવા અને ઘર બેઠા નોકરી-કામ કરવા, આર્થિક લેવડ-દેવડમાં ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે. રસપ્રદ બાબત એ છે કે બેરોજગારોને નોકરી શોધવા માટે ઓફિસોના ચક્કર કાપવાની જરૂર નથી કે નવું સ્ટાર્ટઅપ શરૂ કરનારને પોતાનો સામાન વેચવા કે સેવા આપવા માટે બજારમાં ભટકવું નથી પડતું બલ્કે ઇન્ટરનેટના માધ્યમથી આ કામ થઇ જાય છે.

ઈન્ટરનેટ એ જટિલ કામ પણ સરળ બનાવી દે છે. જેમ કે દેશમાં લોકડાઉન દરમિયાન ઘરમાં રહીને મોટી સંખ્યામાં લોકોએ વર્ક હોમ કર્યું હતું. બાળકો માટે ભણતરથી માંડીને મનોરંજન માટે પણ ઇન્ટરનેટ માધ્યમ બન્યું. આ પરિસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોએ બ્રોડબેન્ડ કનેકશન પણ લીધું હતું.

Leave a Reply

Your email address will not be published.