//

વિશ્વમાં ચિંતાજનક રીતે પ્રસરી રહેલા કોરોના જેવી મહામારી સામેનો જંગ સહિયારા પુરૂષાર્થ થી જીતી શકીશુ : પૂનમબેન માડમ

સાંસદ પૂનમબેન માડમની અપીલને માન આપી જામનગર અને દેવભૂમિ દ્વારકા વિસ્તાર માટે રૂપિયા દોઢ કરોડ ફાળવતુ રીલાયન્સ ફાઉન્ડેશન વિશ્વમાં કોરોના વાયરસને લઈને ચિંતાજનક સ્થિતિ મા માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીજીના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા કોરોના જેવી વૈશ્ર્વિક મહામારી નિયંત્રીત કરવા જ અસરકારક  પગલા લેવાઇ રહ્યા છે તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પણ જંગી રાહત પેકેજ જાહેર કર્યુ છે અને રાજ્ય સરકાર પણ આ દિશામા અનેક રાહત આપી રહી છે ઉપરાંત આ લડતમાં  સૌ સેવાકીય સંસ્થાઓ પણ જહેમત ઉઠાવી રહ્યા છે.

ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરેક કોર્પોરેટ સેક્ટર્સ અને ઉદ્યોગગૃહોને સંસદસભ્ય પૂનમબેન માડમએ અપીલ કરી આ મહામારી સામે લડત આપવા તબીબી સહાય અને સાધનો માટે તેમજ બીજી તાતી જરૂરિયાતને પહોંચી વળવા માટે C.S.R. ફંડ ફાળવવા અનુરોધ કર્યો હતો.

જે અનુરોધના સકારાત્મક  પ્રતિભાવના ભાગ રૂપે રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જામનગર મહાનગરપાલીકા ના કમિશનરને રૂપિયા  ૫૦ લાખ તેમજ જામનગર જિલ્લા કલેક્ટરને રૂપિયા ૫૦ લાખ અને દેવભૂમિદ્વારકા જિલ્લા કલેક્ટરને રૂપિયા ૫૦ લાખ એમ ત્રણેયને રૂપિયા ૫૦-૫૦ લાખ એટલે કે C.S.R ફંડમાંથી રૂપિયા દોઢ કરોડ જામનગર સંસદીય મત વિસ્તાર માં ફાળવ્યા છે જે અંગેના આ ખાસ ફંડ ફાળવણીના પત્રો રિલાયન્સના અધીકારીઓએ સાંસદ પૂનમબેન માડમને અર્પણ કર્યા હતા જે માટે સંસદસભ્ય પૂનમબેન માડમ એ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને D.M. મુકેશભાઇ અંબાણી અને રીલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન શ્રીમતિ નીતાબેન અંબાણીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

તેમજ આ રકમમાંથી જામનગર મહાનગર પાલિકા વિસ્તાર તેમજ જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારો સહિત ૧૨-જામનગર લોકસભા વિસ્તારમાં કોરોના સામે લડવા અસરગ્રસ્તો માટે મેડીકલ ફેસીલીટીઝ  તેમજ ફુડ કે ગ્રેઇન કે કીટ કે પેકીંગ કે અન્ય જરૂરી ચીજ વસ્તુઓ કે સુવિધાઓ અને સહાય વગેરે માટે આ રકમ ખુબ ઉપયોગી બની રહેશે તેમ આ તકે સાંસદ પૂનમબેન માડમએ જણાવ્યુ હતુ.

આ તકે સંસદસભ્ય ની આ અપીલ ને ખુબ  ગંભીરતાથી લઈ ઝડપી પ્રોસેસ કરાવી ફંડ રિલીઝ કરવા બદલ રીલાયન્સના ગૃપ પ્રેસીડન્ટ પરિમલભાઇ નથવાણીનો અને સિનિયર વાઇસ પ્રેસીડન્ટ ધનરાજભાઇ નથવાણી નો પણ આભાર વ્યક્ત કર્યો છે વધુમાં જણાવતા સંસદસભ્ય પૂનમબેન માડમ એ કહ્યું કે કેન્દ્ર સરકારશ્રીના માર્ગદર્શન મુજબ રાજ્ય સરકાર અને રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટીતંત્ર-પોલીસતંત્ર-આરોગ્ય તંત્ર અથાગ અને સરાહનીય જહેમત ઉઠાવે છે ત્યારે તંત્રના અનુરોધ મુજબ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવુ તેમજ ઘરમા રહી સંક્રમણ ટાળવુ વગેરે સહિતની સુચનાઓના પાલન કરવાની સાથે વખતોવખતની આરોગ્ય વિષયક દરેક માર્ગદર્શિકાઓનુ સૌ જાગૃત નાગરીકો પાલન કરી આપણા શહેરો-જિલ્લાઓ-રાજ્ય અને રાષ્ટ્રમા આ મહામારી સામેના જંગને જીતવામા જવાબદાર નાગરીક તરીકેની ફરજ બજાવીશું, તેમજ આપ સૌ ના સહયોગથી કોરોના જેવી વૈશ્ર્વિક મહામારીની આફત સામેની જંગ આપણે ખુબ સારી રીતે આપ સૌ નાગરીકોના હજુ નિયમિત અને વધુ નોંધપાત્ર સહકારથી જીતીશુ.

Leave a Reply

Your email address will not be published.