////

વિજયાદશમી નિમિત્તે રાજકોટ પોલીસને મળેલા નવા શસ્ત્રોની કરાઈ પૂજા

આજરોજ દશેરાના પર્વ પર શસ્ત્ર પૂજનની અનેરી મહિમા જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત પોલીસના વિવિધ શહેરોના હેડ ક્વાર્ટરમાં પણ શસ્ત્ર પૂજન થઈ રહ્યા છે. જેમાં આજે રાજકોટ પોલીસ દ્વારા હેડ ક્વાર્ટરમા પણ શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. વિજયાદશમીના તહેવાર નિમિત્તે પોલીસ પરિવાર દ્વારા શસ્ત્ર પૂજાની પરંપરા આજે પણ કરવામાં આવી હતી. ઉપરાંત રાજકોટ પોલીસને આજે મળેલા નવા શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવી.

રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શાસ્ત્રપૂજનમાં પોલીસના વિવિધ હથિયાર જેવા કે અલગ અલગ પ્રકારની ગન તેમજ હથિયારોનું પૂજન કરવામાં આવ્યું હતું. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા કરી હતી. રાજકોટ પોલીસના હથિયારમાં ઉમેરો કરાયો છે, જેમાં સ્નેઈફર રાઇફલ, એમપી 5, એસઆઈજી સહિતના હથિયારો ઉમેરાયા છે. આ ઉપરાંત ડોગ સ્કોવડમાં પણ ઉમેરો કરવામાં આવ્યો છે.

પોલીસના આ શસ્ત્રપૂજન કાર્યક્રમમાં પોલીસ કમિશ્નર, જોઈન્ટ પોલીસ કમિશ્નર, DCP, ACP સહિતના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા. દર વર્ષે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ ભવ્ય રીતે કરવામાં આવતો હોય છે. જોકે આ વખતે કોરોનાની મહામારીના કારણે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.