///

રેસલર ગીતા અને બબીતા ફોગાટની કઝિન રિતિકા ફોગાટે આત્મહત્યા કરી

કુશ્તીમાં દેશનું નામ રોશન કરનારી દંગલ ફેમ ફોગાટ બહેનોની કઝિન બહેન રિતિકા ફોગાટે આત્મહત્યા કરી લીધી છે. રિતિકા ફોગાટને સ્ટેટ લેવલે સબ ડૂનિયર ટૂર્નામેન્ટમાં હાર મળતા માત્ર 17 વર્ષની વયે આપઘાત કરી લીધો છે. જોકે રિતિકા પણ ગીતા અને બબીતાની જેમ કુશ્તીમાં દેશનું સન્માન વધારવા માંગતી હતી પરંતુ સ્ટેટ લેવલે જ હારી જતાં તે નાસીપાસ થઇ ગઇ અને અંતિમ નિર્ણય લઇ લીધો.

ચરખી દાદરીના DSP રામ સિંઘ બિશ્નોઇએ જણાવ્યું કે, બબીતા ફોગાટની કઝિને 15 માર્ચે આત્મહત્યા કરી લીધી હતી. તેની પાછળનું કારણ તાજેતરમાં રાજસ્થાનમાં યોજાયેલી રેસલિંગ સ્પર્ધામાં મળેલી હાર હોવાનું માનવામાં આવે છે. આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે, રિતિકા ફોગાટનું રેસલિંગ કરિયર બહુ લાંબુ નથી. તે હજુ સ્ટેટ લેવલે જ કુશ્તી કરી રહી હતી. સબ જૂનિયરની ફાઇનલમાં પહોંચી હતી. ટૂર્નામેન્ટ 12થી 14 માર્ચ દરમિયાન રાજસ્થાનના ભરતપુરમાં યોજાઇ હતી. ત્યાં જ 14 માર્ચે 53 કિલો ગ્રામ કેટેગરીમાં રમાયેલી ફાઇનલમાં રિતિકા માત્ર એક પોઇન્ટથી કુશ્તી હારી ગઇ હતી.

ત્યારે આ હાર સહન નહી થઇ શકતા રિતિકા એકદમ ભાંગી પડી હતી અને ડિપ્રેશનમાં જતી રહી હતી. તેણે બલાલી ગામમાં 15 માર્ચે રાત્રે 11 વાગે જીવન ટુંકાવી લીધું. રિપોર્ટ મુજબ આ ટૂર્નામેન્ટમાં દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા મહાવીર ફોગાટ પણ હાજર હતા. રિતિકાએ પંખામાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાના અહેવાલ છે. તેના શબને પોસ્ટમાર્ટમ બાદ પરિવારને સોંપી દેવાયો છે.

મૃતક રેસલર રિતિકાના કઝિન હરવિન્દ્ર ફોગાટે જણાવ્યું કે, સ્ટેટ લેવલે કુશ્તીમાં હાર કોઇ મોટી વાત નથી. પરંતુ ખબર નહીં રિતિકાને શું લાગી આવ્યું કે તેણે આ પગલું લઇ લીધું. મહાવીર પોતે પણ રેસલર છે. ફાઇનલ વખતે તે અને રિતિકાના પિતા મેનપાલ પણ હાજર હતા. હાર બાદ તેમણે રિતિકાને હાર-જીતનું મહત્વ પણ સમજાવ્યું હતું અને ભવિષ્યમાં સખત મહેનત કરવાનું કહ્યું હતું. પરંતુ તેણે અકલ્પનીય નિર્ણય લઇ જીવન સંકેલી લીધું.

17 વર્ષીય રિતિકા ફોગાટ રાજસ્થાનના ઝૂંઝનુના જેતપુર ગામની રહેવાસી હતી. તેણે પોતાના ફુવા મહાવીર ફોગાટની કુશ્તી એકેડમીમાં 5 વર્ષથી પ્રેક્ટિસ કરી રહી હતી. મહાવીર ફોગાટ, બબીતા અને ગીતા ફોગાટે દેશનું નામ કુશ્તી લેવલે ઉજળું કર્યું.

Leave a Reply

Your email address will not be published.