///

‘યાસ’ આજે ચક્રવાતી વાવાઝોડામાં બદલાઇ શકે છે, નેવી અને કોસ્ટ ગાર્ડ એલર્ટ પર

ભારતીય હવામાન વિભાગ (IMD) ના 26 મેના યાસ વાવાઝોડાના ઓડિશા-પશ્વિમ બંગાળના તટીય જિલ્લાઓને સતર્ક કરી દીધા છે. રાજ્ય સરકારની આશંકાઓને વ્યક્ત કરતાં ઓડિશા સરકારે 30 માંથી 14 જિલ્લાઓને સતર્ક કરી દીધા છે. રાજ્ય સરકારે શુક્રવારે ભારતીય નેવી ઇન્ડીયન કોસ્ટ ગાર્ડને સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાનો આગ્રહ કર્યો છે.

ઓડિશાના મુખ્ય સચિવ એસસી મોહપાત્રાએ વરિષ્ઠ અધિકારીઓને સાથે બેઠક બાદ કહ્યું કે જો ચક્રવાત ‘યાસ’ નો રાજ્ય પર કોઇ પ્રભાવ પડે છે તો રાજ્ય સરકારે કોઇપણ સ્થિતિનો સામનો કરવા માટે કમર કસી લીધી છે. તેમણે કહ્યું કે જોકે અત્યાર સુધી હવામાન વિભાગે વાવાઝોડાના સંભવિત, માર્ગ, તેની ગતિ, કિનારે ટકરાવવાનું સ્થાન વગેરે વિશે જાણકારી આપી નથી, તેમ છતાં પણ સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

હવામાન વિભાગે કહ્યું હતું કે 22 મેના રોજ બંગાળની ખાડીના પૂર્વી મધ્ય ભાગમાં એક ઓછા દબાણનું ક્ષેત્ર બનશે જે વાવાઝોડામાં બદલાઇ શકે છે અને 26 મેના ઓડિશા-પશ્વિમ બંગાળના તટ સાથે ટકરાઇ શકે છે. વિભાગના લોકોએ સમુદ્રના તટથી દૂર રહેવાની સલાહ આપતાં માછીમારોને તાત્કાલિક પરત ફરવાની અપીલ કરી છે.

વિભાગના સાઇક્લોન એલર્ટ બ્રાંચએ જાણકારી આપી છે કે તેના આગામી 72 કલાકમાં ધીમે ધીમે ચક્રવાતી વાવાઝોડામાં બદલાવવાની પુરી સંભાવના ઓડિશા અને પશ્વિમ દિશા તરફ વધવાની સાથે 26 મેની સાંજની આસપાસ પશ્વિમ બંગાળ-ઓડિશાના તટ સુધી પહોંચી શકે છે. ઓડિશા અને પશ્વિમ બંગાળમાં આ વાવાઝોડાની અસર હોવા ઉપરાંત અંદમાન નિકોબાર દ્વીપસમૂહ તથા પૂર્વી તટ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે અને પૂરની સ્થિતિ પેદા થઇ શકે છે.

કેન્દ્ર સરકારે ઓડિશા, પશ્વિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને અંદમાન નિકોરબાર દ્વીપસમૂહ સાથે એ સુનિશ્વિત કરવા માટે કહ્યું કે સ્વાસ્થ્ય કેન્દ્રો પર જરૂરી દવાઓ તથા સંસાધનોનો ભંડાર રાખવામાં આવે જેથી યાસ વાવાઝોડા દરમિયાન કોઇપણ પ્રકારની ઇમરજન્સીની સ્થિતિનો સામનો કરી શકાય.

Leave a Reply

Your email address will not be published.