///

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ દિવ્યા ભટનાગરનું નિધન

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલમાં ગુલાબોની ભૂમિકા ભજવનાર દિવ્યા ભટનાગરનું નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી વેન્ટિલેટર પર મોત સામે ઝઝૂમી રહેલી દિવ્યા ભટનાગરનું નિધન થયું છે. દિવ્યા ભટનાગર કોરોના વાયરસથી પીડિત હતી. સ્થિતિ બગડ્યા બાદ તેને વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવી હતી. દિવ્યા કોરોનાગ્રસ્ત થયા બાદ તેને ગોરેગાંવની એસઆરવી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

સાથ નિભાના સાથિયા ફેમ દેવોલીના ભટ્ટાચાર્યે દિવ્યા ભટનાગરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, જ્યારે કોઈ કોઈની સાથે નથી હોતું ત્યારે બસ તું જ હતી. દિવુ તુ મારી પોતાની હતી, જેને હું વઢી શકતી હતી. રિસામણા લઈ શકતી હતી, દિલની વાત કરી શકતી હતી. મને ખબર છે કે, તારું જીવન ખુબ મુશ્કેલીઓથી ભરેલુ હતું. તકલીફો વેઠવા લાયક ન હતી, પણ આજે મને ખબર છે કે તું એક સારી જગ્યાએ છે, તમામ તકલીફોથી દૂર. હું તને યાદ કરીશ દિવુ. તને ખબર હતી કે, હું તને ઈચ્છતી હતી અને પ્રેમ કરતી હતી. તુ મોટી હતી પણ બાળકી પણ તુ જ હતી. તારા આત્માને ભગવાન શાંતિ આપે. તું જ્યાં પણ હોય બસ ખુશ રહે. તું હંમેશા યાદ આવીશ. આઈ લવ યુ. તુ બહુ જલદી જતી રહી.

આપને જણાવી દઈએ કે, દિવ્યાની તબિયત કેટલાક દિવસોથી ગંભીર હતી. તેનું ઓક્સિજન લેવલ ઓછું થઈ રહ્યું હતું. જેના કારણે તેને વેન્ટિલેટર પર શિફ્ટ કરાઈ હતી. અભિનેત્રી દિવ્યા ભટનાગરે થોડા દિવસો પહેલા ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને એક વીડિયોનો સ્ક્રિનશોટ શેર કર્યો હતો. જેમાં લખ્યું હતું. કે હાય…મારી ઈન્સ્ટાગ્રામ ફેમિલી. મારા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. હું તમને બધાને પ્રેમ કરું છું.

દિવ્યાએ ગત વર્ષ ડિસેમ્બરમાં ગગન નામના એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. ગગન પણ અનેક ટીવી શો સાથે જોડાયેલો છે. જો કે ગગન અને દિવ્યા હાલ એક બીજા સાથે નહતા રહેતા. આ બંને વચ્ચે અણબનના અહેવાલો હતા. દિવ્યાની માતાએ જણાવ્યું હતું કે, તેની પુત્રીના લગ્નમાં અનેક સમસ્યાઓ હતી. આ જ કારણે તે ખુબ પરેશાન હતી. દિવ્યા ભટનાગર ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ઉપરાંત ટીવી શો ‘તેરા યાર હૂં મેં’ મા પણ કામ કરતી હતી.

Leave a Reply

Your email address will not be published.