//

રાજ્યમાં યેલો એલર્ટ, 11 માર્ચથી હિટવેવની આગાહી

રાજ્યમાં ચાલી રહેલા લોકડાઉન અને કોરોનાની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. તો આગામી 11 માર્ચે ગરમ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યમાં પશ્ચિમ- ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર જિલ્લામાં ગરમ પવન ફૂંકાવવાની આગાહી કરી હતી જે બાદ હવે બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અમદાવાદમાં પણ આગામી મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 10 માર્ચથી મહત્તમ તાપમાનમાં વધારો થશે. તો આગામી દિવસોમાં અમદાવાદ સહિત, ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર પંથકમાં સામાન્ય દિવસો કરતા વધુ ગરમી પડશે. જો કે ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે.. ત્યારે આગામી દિવસોમાં હિટ વેવ લોકોની તકલીફ વધારશે.

Leave a Reply

Your email address will not be published.