/

Yes બેન્કની અસર હવે સૌરાષ્ટ્રની કો-ઓપરેટીવ બેંકો પર !

યસ બેંકની કટોકટીની અસર હવે સૌરાષ્ટ્રની કો-ઓપરેટીવ બેંકો પર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની 108 સહકારી બેંકોનાં ઇનવર્ડ અને આઉટવર્ડ ચેકનું ક્લિયરીંગ અટવાયું છે. જેને કારણે વેપારીઓ અને ઉદ્યોગકારોનાં આશરે 300 કરોડ રૂપીયાનાં વ્યવહારો ઠપ્પ થઇ ગયા છે. રાજકોટની રાજ બેન્કનાં સીઇઓએ આ મુદ્દે નિવેદન આપતા કહ્યું હતું કે, મોટાભાગની સહકારી બેન્કોનું યસ બેંક સાથે ટાઇઅપ હતું અને તેની ચેકબુક અને આઇએફસી કોડનો ઉપયોગ કરતા હતા.

જેથી ચેક અને એનઇએફટી વ્યવહારો પર અસર પહોંચી છે. જોકે તેનો વિકલ્પ શોધીને અન્ય બેંકો સાથે ટાઇઅપ કરવામાં આવ્યું છે…જેની તમામ માહિતીઓ આજે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાને પણ પહોંચાડી દેવામાં આવી છે. આગામી ગુરૂવાર થી તમામ વ્યવહારો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.