////

વિધાનસભા ચૂંટણી પહેલા યોગી મંત્રીમંડળનું થઈ શકે છે વિસ્તરણ

યોગી સરકારની નજર હવે આગામી 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર છે. જેમાં મંત્રીમંડળના ખાલી પદોને ભરવાની ચર્ચા હાલ વેગ પકડ્યો છે. કોરોના સંકટને પગલે બે પ્રધાનઓના મોત બાદ ખાલી પડેલી જગ્યા ભરવાની તૈયારી ચાલી છે. આ ઉપરાંત ચાર પદ પહેલાંથી જ ખાલી હતા. તેને જલદી ભરવા માટે સળવળાટ તેજ થઇ રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ સરકારની આ વિધાનસભા ચૂંટણી પહેલાં અંતિમવાર પ્રધાનપરિષદનો વિસ્તરણ થઇ રહ્યું છે. તેમાં જાતીય અને ક્ષેત્રીય સમીકરણો મુજબ આ સમાયોજનની સંભાવના છે. આ ઉપરાંત કેટલાક નવા ચહેરાઓને સરકારમાં સ્થાન મળી શકે છે. હાલના પ્રધાનઓમાંથી કેટલાકની વિદાય પણ થઇ શકે છે.

આ ઉપરાંત અત્યારે સાત બેઠકો પર યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 6 બેઠક પર ભાજપે જીત મેળવી લીધી છે. ત્યારે 6 પ્રધાનઓની ખાલી જગ્યાના કારણ વિસ્તરણની પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. તેમાંથી ચારની જગ્યા પહેલાંથી ખાલી હતી જ્યારે બે ચેતન ચૌહાન અને કમરાની વરૂણના નિધનથી ખાલી થઇ ગઇ છે. જેમાં કેટલાક નવા ચહેરાને સમાવવામાં આવશે.

તો બીજી બીજુ માનવામાં આવી રહ્યું છે કે, દલિત અને પછાતને પ્રમુખરૂપથી સ્થાન આપવામાં આવશે. તે પહેલાં વિસ્તારમાં 18 પ્રધાનઓને સામેલ કરવામાં આવ્યા હતા. તો કેટલાકને રજા આપવામાં આવી છે. ઉપરાંત કેટલાક ઉંમરના કારણે બીજી જવાબદારીમાં લગાવવાની સંભાવના છે. કેટલાક લોકોને સંગઠનમાં મોકલવામાં આવી શકે છે. કમલરાની વરૂણના નિધન બાદ મંત્રીમંડળમાં મહિલાઓની સંખ્યા અપેક્ષાકૃત ઓછી થઇ ગઇ છે. ત્યારે હવે આ સંખ્યાને પણ વધારવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.