હાલમાં ભારત સુધી ફ્રાંસ વિરોધની આગ પહોંચી ગઈ છે. ફ્રાંસના રાષ્ટ્રપપતિ ઇમૈનુએલ મૈક્રોના ‘ઇસ્લામિક આતંકવાદ’ સંબંધી નિવેદન વિરૂદ્ધ દેશના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન થયા. જોકે ઉત્તર પ્રદેશની યોગી સરકાર એ સ્પષ્ટ કરી દીધું છે કે, એવા પ્રદર્શન સહન કરવામાં આવશે નહી.
ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં ફ્રાંસ વિરૂદ્ધ પ્રદર્શન પર કડક વલણ અપનાવ્યું છે. આ અંગે યૂપી ડીજીપી કાર્યાલય તરફથી એલર્ટ જાહેર કરી કહેવામાં આવ્યું છે કે, હિંસા અને ઉપદ્રવ કરનાર કડવાઇથી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ સંવેદનશીલ જિલ્લામાં પેટ્રોલિંગ વધારવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
યૂપીના બરેલી અને અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીમાં ફ્રાંસીસી રાષ્ટ્રપતિ મૈક્રોના નિવેદનના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું. આ દરમિયાન પ્રદરશનકારીઓએ ફ્રાંસ વિરોધી નારેબાજી પણ કરી. તો બીજી તરફ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પ્રદર્શન કરવામાં આવ્યું.
અહીં કોંગ્રેસ ધારાસભ્ય આરિફ મસૂદના નેતૃત્વમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા અને ફ્રાંસના રાષ્ટ્રપતિ વિરૂદ્ધ નારા લગાવ્યા. પોલીસે શાંતિ ભંગ કરવા અને સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો છે. તો બીજી તરફ ભાજપે કોંગ્રેસ સાથે કટ્ટરપંથ પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાની માંગ કરી.