////

યોગી સરકારે BJP નેતાઓ સામે ચાલી રહેલા કેસને પરત લેવા કરી અરજી

ઉત્તર પ્રદેશની યોગી સરકારે અનેક BJP નેતાઓ સામે મુજ્જફરપુરનગર રમખાણના કેસ પરત લેવાની અરજી કરી છે. જેમાં BJPના ત્રણ ધારાસભ્ય પણ સામેલ છે. સપ્ટેમ્બર 2013માં નગલા મંદોર ગામમાં આયોજિત મહાપંચાયતમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો કેસ તેમના વિરૂદ્ધ નોંધાયેલો છે.

આ શિખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં સરધનાથી ધારાસભ્ય સંગીત સોમ, શામલીના ધારાસભ્ય સુરેશ રાણા અને મુજફ્ફરનગરથી કપિલ દેવનું નામ છે. જેમાં હિન્દુવાદી નેતા સાધ્વી પ્રાચીનું પણ નામ છે. સરકાર પ્રશાસનને પડકાર આપવા અને સાવધાનીના નિર્દેશોનું પાલન ના કરવાનો આરોપ પણ આ નેતાઓ ઉપર છે.

આ અંગે મુઝફ્ફરનગર સરકારના સલાહકારના રાજીવ શર્માએ એક ખાનગી ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, સરકારે કેસ પરત લેવાની અરજી કરી છે અને હજુ તેના પર સુનાવણી બાકી છે. 7 સપ્ટેમ્બર 2013માં નગલા મંદોર ગામના ઈન્ટર કોલેજમાં જાટ સમુદાય દ્વારા મહાપંચાયત બોલાવવામાં આવી હતી. તે પછી 27 ઓગસ્ટે કવાલ ગામમાં બે યુવાઓની હત્યા કરી દેવામાં આવી હતી. એક મુસ્લિમ યુવક શહનવાજ કુરેશીને માર્યા પછી ટોળાએ સચિન અને ગૌરવ નામના બે યુવકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

મહાપંચાયતથી ફરી રહેલા લોકો પર હુમલો કરી દીધો અને તે પછી રમખાણો ફાટી નિકળ્યા હતા. મુજ્જફરપુરના કેટલાક વિસ્તારો અને આસપાસના જિલ્લાઓમાં હિંસા થવા લાગી. આ રમખાણોમાં લગભગ 65 લોકોના મોત થયા અને 40,000 લોકો બેઘર થઈ ગયા. કુલ 510 અપરાધિક કેસ નોંધાયા હતા. જેમાંથી 175 પર ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી.

શિખેડા પોલીસ સ્ટેશનમાં ચરણ સિંહ યાદવે મહાપંચયાત મામલા પર કેસ નોંધાવ્યો હતો. જેમાં 40 લોકોના નામ હતા, જેમાં સંગીત સોમ, સાધ્વી પ્રાચી અને પૂર્વ સાંસદ નરેન્દ્ર સિંહ મલિકનું પણ નામ હતું. તેમના પર કોમી રમખાણો ભડકાવવા માટે ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ છે. તે પણ આરોપ છે કે, વગર પરવાનગીએ મહાપંચાયત બોલાવવામાં આવી હતી અને સરકારી કર્મચારીઓને ડ્યુટી કરવાથી રોક્યા હતા.

સાથે જ એક મોટરસાઈકલને આગ લગાવવાની વાત પણ FIRમાં કહેવામાં આવી છે. મુજ્જફરનગર રમખાણોની આગ ઘણા દિવસો પછી શાંત થઈ હતી. સપા સરકારે BJP નેતાઓ પર રમખાણ કરાવવાના આરોપ લગાવ્યા હતા. આ રમખાણોમાં બેઘર થયેલા અનેક લોકો આજે પણ કેમ્પોમાં જ જીવન પ્રસાર કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.