/

આ યુવતીએ 3 માસમાં 3 પુરૂષો સાથે લગ્ન કર્યા બાદ એવુ કર્યુ કે…

મહારાષ્ટ્રમાં એક ચોંકાવનારી ઘટમા સામે આવી છે. જેમાં લોકડાઉન દરમિયાન એક યુવતી ત્રણ જ મહિનામાં ત્રણ પુરુષો સાથે લગ્ન કરીને ઘરેણાં લઈને ફરાર થઇ જાય છે. આ અંગે મહારાષ્ટ્ર પોલીસે ઔરંગાબાદમાંથી એક 27 વર્ષીય યુવતીની વિવિધ પુરુષો સાથે લગ્ન કરી છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરી છે. આ યુવતી પર આરોપ છે કે, ત્રણ મહિનામાં તેણે ત્રણ પુરુષો સાથે વિવાહ કર્યા અને ઘરેણાં લઈને ફરાર થઇ ગઈ.

જોકે આ અંગે મળતી માહિતી પ્રમાણે વિજયા અમરતે અને તેનો પતિ મુકુન્દવાડી વિસ્તારમાં રહેતા હતા. દેશમાં લોકડાઉન થયો તે દરમિયાન તેમણે પોતાની રોજગારી ગુમાવી દીધી હતી.ત્યારે આર્થિક સંકડામણથી પરેશાન થઇને મહિલાએ રેકેટ શરુ કર્યું હતું અને ત્યારબાદ ત્રણ જ મહિનામાં ત્રણ પુરુષો સાથે લગ્ન કરીને તેમની સાથે છેતરપિંડી કરી હતી. આ રેકેટ સામે ત્યારે આવ્યું જ્યારે નાસિકના યોગેશ પોતાની પત્નીને શોધવા નીકળ્યા અને પછી તેને જાણ થઇ કે તેની પત્ની તો પહેલેથી જ વિવાહિત છે. આ માહિતી મળ્યા બાદ યોગેશે તેની પત્ની સામે કેસ દાખલ કર્યો.

આ ઘટનામા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મહિલાએ પહેલા યોગેશ સાથે લગ્ન કર્યા અને પછી તેણે રાયગઢમાં સંદીપ ડરાબે સાથે પણ લગ્ન કર્યા. ત્યારબાદ તે યુવતીએ પશ્ચિમ મહારાષ્ટ્રના વધુ એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેમના ઘરેણાં લઈવે ફરાર થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published.