//

રાજકોટમાં કોર્પોરેશનની વિજિલન્સ શાખા પર યુવાનનો જીવલેણ હુમલો

રાજકોટ શહેરના નાનામવા રોડ પર દબાણ હટાવવા ગયેલી વિજિલન્સ શાખાના કર્મચારીઓ પર એક રેકડીધારક યુવાન રિયાઝે પ્રથમ વિજિલન્સ શાખાના કર્મચારી સાથે ગાળાગાળી કરી હતી, ત્યારબાદ તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. યુવાન દ્વારા વિસ્તારમાં વિજિલન્સ શાખાના કર્મચારીઓ પર હુમલો કરવાની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો હતો. જો કે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હુમલો કરનાર યુવાનનું નામ રિયાઝ અનવર મચડિયા છે. તેને વિજિલન્સ શાખા દ્વારા દબાણ હટાવવાનું કહેવામાં આવતા તે રોષે ભરાયો હતો અને વિજિલન્સ શાખાના કર્મચારીઓ સાથે બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ અચાનક જ તેને લારીમાં રહેલી વસ્તુઓ દ્વારા કર્મચારીઓને મારવાનું શરૂ કર્યું હતું અને છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં વિજિલન્સ કર્મચારી રાજદીપસિંહ રાણાને ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેમના દ્વારા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

ઈસમે દબાણ હટાવવા દરમિયાન અંદાજીત અડધો કલાક સુધી તમાશો કર્યો હતો. ત્યારબાદ વિજિલન્સ શાખા દ્વારા પ્રથમ તેને સમજવામાં આવ્યો હતો. પરંતુ આ ઈસમ વધુ ઉશ્કેરાયો હતો. જેને લઈને ઘટના સ્થળે પોલીસ આવતા પોલીસ અને વિજિલન્સ શાખાના કર્મચારીઓ દ્વારા રિયાઝને ઘટના સ્થળે જ કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું. હાલ સમગ્ર મામલાની તપાસ તાલુકા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.