///

યુવાનોને પણ શરમાવે તેવું સાહસ 73 વર્ષના વડોદરાનું દંપત્તિનું -વેલેન્ટાઇન સ્પેશિયલ : જાણો સંપૂર્ણ વિગતો

વડોદરાના એક દંપતિને જોઈ આજે યુવાનોને પણ શરમાવે તેવું સાહસ 73 વર્ષના વડોદરાનું દંપત્તિ કરવા જઇ રહ્યું છે. વૃદ્ધ દંપતિ રોજ મંદિરે દર્શન કરવા જવાની ઉંમરે વનસૃષ્ટિ બચાવવાનો સમાજીક સંદેશો લઇ યુવા પેઢીને આપવાના આશયથી વડોદરાનુ દંપતિ આશરે 25,000 કિલોમીટરની સફર કરી ચુક્યા છે અને હજી પાકિસ્તાન અને અન્ય જગ્યાએ પણ જવાની ઇચ્છા શક્તિ તેમણે દર્શાવી છે. વડોદરા શહેરનાં આર.વી. દેસાઇ રોડ પર આવેલા જલારામ ફ્લેટ્સમાં રહેતા મોહનલાલ પી. ચૌહાણ અને તેમના પત્ની લીલાબેન અગાઉ બાઇક પર 6500 કિમી. મોટર સાઇકલ પર દક્ષિણ ભારતનો પ્રવાસ કરી ચૂક્યા છે. દક્ષિણ ભારત ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઝારખંડ,બિહાર,નેપાળ,સિક્કીમ,આસામ,મેધાલયા,મણીપુર રાજ્યોનો ધાર્મિક પ્રવાસ પણ તેમણે મોટર સાઇકલ પર કર્યો છે.ત્યારબાદ, હવે આ વૃદ્ધ દંપતિ 73 વર્ષની ઉમંરે વનસૃષ્ટિ બનાવવાનાં સંદેશા સાથે વડોદરાથી થાઇલેન્ડનો 18,000 કિમી.નો પ્રવાસ કરી ચુક્યા છે. જેમાં તેઓ 18મી જાન્યુઆરીના રોજ વડોદરાથી તેમનો પ્રવાસ  શરૂ કરી હાલોલ, ગોધરા, દાહોદ થઇ મધ્યપ્રદેશ ખાતે ઓમકારેશ્વર, ઉત્તર પ્રદેશના અલ્હાબાદ, વારાણસી પછી બિહાર, ઝારખંડ થઇ બર્મા, થાઇલેન્ડ થઇ કમ્બોડિયા  ખાતે વિશાળ હિન્દુ મંદિરમાં જઇ દર્શન કર્યા હતા, ધાર્મિક પ્રવાસની સાથે-સાથે તેઓ આજના યુવાનોને વનસૃષ્ટિ બચાવવાનો સામાજીક સંદેશો પણ પહોંચાડનાર છે. મોહનલાલ ચૌહાણ અગાઉ ગુજરાતના ધાર્મિક સ્થાનોએ દર્શન કરવા 2500 કિમી.નો પ્રવાસ પણ કરી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published.