//

અમદાવાદના રાણીપ વિસ્તારમાં યુવાનોએ 300 પરિવારને અનાજ કીટ વિતરણ કરી પુણ્યનું ભાથું બાંધ્યું

રાજ્યભરમાં કોરોનાને લઇ સેવાયજ્ઞો ચાલુ છે. ત્યારે અમદાવાદમાં પણ અલગ અલગ વિસ્તારોમાં રસોડાઓ તૈયાર થયા છે તો સેવાભાવી લોકો કીટ વિતરણ પણ કરી રહ્યા છે.

કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાઈ છે, ત્યારે આ વિકટ સ્થિતિને નિયંત્રણમાં લાવવાં પ્રધાનમંત્રી દ્વારા લેવાયેલ અતિમહત્વપૂર્ણ નિર્ણય એવા લોકડાઉનની સ્થિતિમાં જરૂરીયાત મંદ પરીવારને અનાજની કીટ તૈયાર કરી ભાજપના યુવા કાર્યકર અને ઠાકોર સમાજના યુવા નેતા ચેતન ઠાકોર અને તેના મિત્રોની સાથે રાણીપ વિસ્તારમાં વિતરણ કર્યું.

Leave a Reply

Your email address will not be published.