//

પોરબંદરના યુવકની અમરેલીમાં હત્યા અજાણયા શખ્સો કોણ ??

પોરબંદરમાં પાનનો ગલ્લો ચલાવતા યુવકની અમરેલીમાં ઘાતકી હત્યા કરી યુવકની લાસને મસ્જિદ નજુક ફેંકી હત્યારા ફરાર થઇ ગયા છે પોરબંદરમાં રામ ગેસ્ટ હાઉસ નજીક બાબુલ પાન નામથી દુકાન ચલાવતા મયુર દિનેશ સાકરીયાની ગત મોડી રાત્રે અમરેલીમાં કોઈ અજાણ્યા શખ્સોએ ઘાતકી રીતે હત્યા કરીને લાશને મસ્જિદ નજીક ફેંકી દીધી હોવાનું પોલીસને માલુમ પડતા પોલીસે મૃતક મયુરને ઇજા ગ્રસ્ત હાલતમાં  સારવાર માટે હોસ્પિટલ ખસેડેલ હતો ત્યારે આ યુવક કોણ છે ક્યાંનો છે કેવી રીતે કોણે હત્યા કરી તે અંગે તપાસનૂ ધમધમાટ શરૂ કરવામાં આવી હતી.

મૃતક છેલ્લા ઘણા સમયથી પોતાના પાનના ગલ્લે બેસતો નોહ્તો મૃતકના પિતાના મૃત્યુ બાદ આ મયુર દિનેશ ઘરના થી સંપકઁ વિહોણો હતો જયારે ગઈકાલે તેમની હત્યાના સમાચાર આવતા પરિવારજનો રાજકોટ હોસ્પિટલ ખાતે દોડી ગયેલ છે અને તેમની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે પોલીસ માટે એક પડકારરૂપ સવાલએ છે કે મયુર દિનેશ અમરેલી ક્યારે આવ્યો હતો તે કોના સંપર્કમાં હતો ક્યાં કારણે તેમની હત્યા કરવામાં આવી તેવા અનેક સવાલો સાથે પોલીસે હત્યારા સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.