///

યુટ્યૂબે લોન્ચ કર્યુ નવું ફીચર્સ, હવેથી નહીં કરી શકો અભદ્ર કોમેન્ટ

વિશ્વમાં સોશિયલ મીડિયા પર યુટ્યૂબ વીડિયો માટે બહુ પ્રખ્યાત છે. જેના માધ્યમથી લોકો કમાણી પણ સારી એવી કરી રહ્યાં છે. તેવામાં યુટ્યૂબમાં એક સૌથી મોટો પોઇન્ટ કોમેન્ટ્સનો હતો. લોકો યુટ્યૂબ કોઇ પણ કરતા હતાં. જેનો ગેરલાભ ઉઠાવી કેટલાક લોકો અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કરતા હોય છે. પરંતુ હવે તેને રોકવા માટે યુટ્યૂબે AI એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સના ફિચરનો ઉપયોગ કર્યો છે.

યુટયૂબ પર વીડિયો અપલોડ કર્યા બાદ કેટલાક લોકો નફરત ફેલાવવા માટે વાંધાજનક કોમેન્ટ્સ કરતા હોય છે. યુટ્યૂબ પર દરેક લોકો વીડિયો નિહાળતા હોય છે. તેવામાં અભદ્ર ભાષાના ઉપયોગ અંગે ફરિયાદો પણ થતી હોય છે. એટલે યુટ્યૂબે AI એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સની મદદથી યુઝર્સની કોમેન્ટને પહેલા સ્કેન કરશે ત્યારબાદ કોમેન્ટમાં કોઈ પણ પ્રકારના વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હશે તો પહેલા એક પોપ અપ ખુલશે, જેમાં કોમેન્ટને સુધારવા માટે જણાવામાં આવશે. ત્યારબાદ કોઈ યુઝર કોમેન્ટને સુધારવા ઈચ્છે તો સુધારી શકે છે. પરંતુ જો યુઝર કોમેન્ટ સુધારવા નથી ઈચ્છતો તો તે જ કોમેન્ટને અપડેટ કરી શકશે.

મહત્વની વાત એ છે કે AIના માધ્યમથી યુટ્યૂબ કોમેન્ટને સ્કેન કરવાનું ફીચર તો લાવ્યું છે પણ હજુ પણ તેમા અપડેટની જરૂર છે. કોઈ પણ વ્યક્તિ હજુ પણ અભદ્ર કોમેન્ટ કરવા ઈચ્છે તો માત્ર પુનઃ વિચાર કરવા માટે યુટ્યૂબે ઓપ્શન આપ્યુ છે, પરંતુ હજુ સુધી વાંધાજનક કોમેન્ટ તો કરી જ શકાય છે. યૂટ્યૂબે માત્ર કોમેન્ટ પર પુનઃ વિચાર કરવા માટે ઓપ્શન આપ્યું છે. યુટ્યૂબ પહેલાથી જ AI માટે ખુબ જ પ્રખ્યાત છે. AIની મદદથી કોપીરાઈટ્સ પણ ખુબ સારી રીતે સુરક્ષિત રહી શકે છે. યુટ્યૂબ પર કોઈ વ્યક્તિએ મ્યૂઝિક કોપી કર્યું છે કે પછી વીડિયો કોપી કર્યો છે તો તે પણ AIની મદદથી સ્ટ્રાઈક મોકલીને હટાવી દે છે. તેવામાં યુટ્યૂબ પર હવે એવા ફીચરની જરૂર છે જ્યાં અભદ્ર શબ્દને ઓટો ડિટેક્ટ કરીને ઓટોમેટિક કોમેન્ટ ડીલિટ થઈ જઈ શકે.

Leave a Reply

Your email address will not be published.