////

ક્રિકેટર યુવરાજના પિતા યોગરાજ સિંઘે હિન્દુઓની લાગણી દુભાવી

Yograj Singh.

કૃષિ કાયદા વિરૂદ્ધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે ક્રિકેટર યુવરાજના પિતા યોગરાજ સિંઘે હિન્દુઓની લાગણી દુભાવી દીધી. ત્યારબાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્ટીટર પર ‘Arrest Yograj Singh’ ટ્રેન્ડ થવા લાગ્યું છે.

પોતાના નિવેદનોથી સતત વિવાદો સર્જતા યોગરાજ સિંહ શનિવારે ખેડૂત આંદોલનને ટેકો આપવા પહોંચ્યા હતા. પરંતું તેમણે જે નિવેદન કર્યું તે જોત જોતામાં વાયરલ થવા માડ્યું અને લોકો તેમને ટ્રોલ પણ કરવા લાગ્યા છે. યોગરાજ સિંહે ખેડૂત આંદોલનમાં બહુ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું. તેમણે હિન્દુઓ અંગે વાંધાજનક ટિપ્પણીઓ કરી દીધી. જેને પગલે તેમની ધરપકડની માગ થવા લાગી છે.

સોશિયલ મીડિયા પર યોગરાજ સિંહના ભાષણનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં તેઓ હિન્દુ મહિલાઓ અંગે વાંધાજનક વાતો કરતા જણાઇ રહ્યા છે. તેનાથી લોકોમાં આક્રોશ ફેલાઇ ગયો છે. લોકો તેમની તાત્કાલિક ધરપકડ કરવાની માગ કરી રહ્યા છે.

આ અગાઉ પણ યોગરાજ સિંહે ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. ત્યારે પુત્ર યુવરાજ સિંહને ટીમમાં જગ્યા નહીં મળવાથી તેમણે ધોની પર આરોપ મૂક્યો હતો.

મહત્વનું છે કે, રાજધાની દિલ્હીમાં ખેડૂતો કૃષિ કાયદા સામે આંદોલન કરી રહ્યા છે. તેમને દેશ વિદેશમાંથી ટેકો મળી રહ્યો છે. ઘણા ક્રિકેટરોથી લઇ ફિલ્મી હસ્તીઓ પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા. એટલે સુધીને કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ પણ ખેડૂત આંદોલનને ટેકો આપતા ભારત નારાજ થયું છે.

ત્યારે આ વચ્ચે કેટલાક યુઝર્સે યોગરાજના ભાષણને ટિકાત્મક, ઉશ્કેરણીજનક, અપમાનજનક અને ઘૃણાસ્પદ ગણાવ્યું છે. તેમના ભાષણમાં હિન્દુઓ માટે ગદ્દાર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. યોગરાજ કહી રહ્યા છે કે આ હિન્દુ ગદ્દાર છે, 100 વર્ષોથી મોગલોની ગુલામી કરી. એટલું જ નહીં તેમણે હિન્દુ મહિલાઓ અંગે પણ વાંધાજનક નિવેદન આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published.