/////

ઝાયડ્સ વેક્સિનનું ત્રીજા ફેઝનું ટ્રાયલ 30 હજાર વોલેન્ટિયર્સ પર કરાશે

દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાની વેક્સિન બનાવવામાં લાગી ગઈ છે, ત્યારે રાજ્યની ઝાયડ્સ કેડિલા કંપની દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિનને લઈ સારા સમાચાર આવ્યા છે. ઝાયડસની ZyCov-D વેક્સિન પણ સફળ થઈ રહ્યાનો દાવો કરાયો છે. ઝાયડ્સ કેડિલાને ZyCov-D વેક્સિનના ત્રીજા ફેઝના પરિક્ષણ માટે મંજૂરી માંગી છે.

ZyCov-D વેક્સિનનો પ્રથમ અને બીજું ટ્રાયલ સફળ રહ્યાનું ઝાયડ્સ તરફથી કહેવામાં આવ્યું છે. આ બંને ટ્રાયલમાં ઝાયડ્સ કેડિલાએ બનાવેલી પ્લાઝમીડ DNA વેક્સિનથી ધાર્યા પરિણામો મળ્યાનો દાવો કર્યો છે. ઝાયડ્સ દ્વારા કેહવામાં આવ્યું છે કે, પ્રથમ અને બીજા ટ્રાયલમાં ZyCov-D વેકસિનની કોઈ આડઅસર જોવા નથી મળી, વેક્સિન સુરક્ષિત રીતે અસર કરી રહી છે. પહેલા અને બીજા ટ્રાયલમાં ZyCov-D વેક્સિનથી લોકોની ઇમ્યુનિટી વધી છે અને કોઈ આડઅસર જોવા મળી નથી.

ત્યારે ZyCov-D વેક્સિનના ત્રીજા ફેઝનું પરીક્ષણ 30,000 વોલેન્ટિયર્સ પર કરાશે. ZyCov-D વેક્સિન બીજા ફેઝમાં 1000 જેટલા વોલેન્ટિયર્સને આપવામાં આવી હતી. અત્યાર સુધી કરાયેલા ટ્રાયલના પરિણામો ઇન્ડિપેન્ડન્ટ ડેટા સેફ્ટી મોનિટરીંગ બોર્ડ – DSMB ને રજૂ કરાયા છે.

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનને પણ આ ટ્રાયલના પરિણામો સોંપવામાં આવ્યા છે. ZyCov-D વેક્સિન એ DNA બેઝ્ડ હોવાથી તેને વધારે ઠંડકની જરૂર નહિ રહે. જોકે ત્રીજો ફેઝ સફળ થાય અને ZyCov-D વેક્સિનને કોઈપણ રિમોટ લોકેશન સુધી મોકલવી હશે તો અન્ય વેક્સિનના મુકાબલે સરળતાથી મોકલી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.